નમસ્કાર,
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દરેક પ્રાથમિક શાળામાં એનસીઈઆરટી ની ગણિત વિષયની એક ટી.એલ.એમ કીટ આપવામાં આવી છે. આ કીટ માં 3ડી આકારો આપવામાં આવેલા છે. આ આકારોના પૂરક કાર્ય તરીકે અહીંયા એક પીડીએફ પ્રસ્તુત કરો છો જે આપને આપના વર્ગમાં તથા આપના બાળકોને આકારો ની સમજ આપવામાં ઉપયોગી થઇ જશે એવી આશા રાખું છું.
વિદ્યાર્થીઓને આકર્ષક લાગે અને તેમ છતાં પણ તેમના આકારો અંગેના કોન્સેપ્ટને ક્લિયર કરે તેવો આ એક પ્રયાસ છે.
npe 2020 મા પણ બાળકોને ક્રિયા દ્વારા શિક્ષણ ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે અને આ પ્રકારની પ્રવૃત્તિઓ કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો છે. બાળકોના આંખ અને હાથ વચ્ચે નો મેળ સંધાય અને બાળકો વધુ સારી રીતે કામ કરી શકે અને વિષયને સમજી શકે તે માટેનો આ પ્રયાસ છે.
પીડીએફ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા બટન ઉપર ક્લિક કરો.
ધન્યવાદ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐
No comments:
Post a Comment