પ્રજ્ઞા અભિગમ ને ધ્યાનમાં રાખીને આ કોવિડ-૧૯ ની પરિસ્થિતિ અંતર્ગત જ્યારે શિક્ષકો વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકતા નથી તેવા સમયે વિદ્યાર્થીઓના ભણતર ને આગળ ધપાવવા આ પીડીએફ ની રચના કરવામાં આવી છે. આ પીડીએફ નો ઉપયોગ દ્વારા આપ આપના ધોરણ 1 ના વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં મહત્વનું જ્ઞાન પૂરું પાડી શકો તેમ છો.
આ પીડીએફ બનાવવા માટે અમારા મુખ્ય શિક્ષક શ્રી નું પ્રોત્સાહન ખૂબ અગત્યનું છે જ્યારે સમની પ્રાથમિક શાળાના શિક્ષિકા બહેન શ્રી સપના એચ. મહેતા નું યોગદાન ખૂબ માર્ગદર્શન પૂર્ણ રહ્યું છે.
આ પીડીએફ માં ગણિતના મૂળભૂત ફંકશનનો સમાવેશ કરવામાં આવેલો છે. આ પીડીએફ દ્વારા બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પીરસી શકાય છે. આપના બાળક અથવા આપની શાળાના વિદ્યાર્થીઓને આપ આપની જરૂરિયાત પ્રમાણે આ પીડીએફ ની આખી પ્રિન્ટ અથવા concept પ્રમાણે વર્કશીટ તરીકે પણ આપી શકો છો. આ પીડીએફ ને બ્લેક એન્ડ વાઈટ બનાવવાનો હેતુ માત્ર વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક શક્તિનો વિકાસ કરી શકાય તે માટેનો છે.
આ પીડીએફ ડાઉનલોડ કરવા માટે આપ નીચેના ડાઉનલોડ બટન ઉપર ક્લિક કરી શકો છો.
No comments:
Post a Comment