શાળા પરિવાર હજરપુરા

શાળા પરિવાર હજરપુરા
1. શ્રીમતી હંસાબેન પટેલ , 2. શ્રીમતી અનિશાબેન તડવી , 3. શ્રીમતી રુચિબેન ત્રિવેદી , 4. શ્રીમતી દીપિકાબેન પટેલ

Monday, February 24, 2020

New post is here......
અંગ્રેજી ભાષામાં સ્વર શીખવા માટે એક સરસ મજાની આ
પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ દ્વારા આપ આપના વિદ્યાર્થીઓને અને બાળકોને સરળતાથી અંગ્રેજી વાંચન શીખવી શકો છો. અંગ્રેજી ભાષાના મૂળાક્ષરો શીખવ્યા બાદ વિદ્યાર્થીઓને સૌપ્રથમ અંગ્રેજી ભાષાના સ્વર અને તેનો ઉચ્ચાર શીખવું ખૂબ જરુરી છે. આ પ્રવૃત્તિ દ્વારા આપ આપના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનો સરળ અને સચોટ ઉચ્ચારણ કઈ રીતે કરી શકાય તે માટે તૈયાર કરી શકો છો. અત્યાર સુધી આપણે માત્ર અને માત્ર અંગ્રેજી મૂળાક્ષરો શીખવ્યા બાદ ગુજરાતી બારાક્ષરી પ્રમાણે અંગ્રેજી સ્પેલિંગ બનાવતા શીખવાડતા હતા. હા એ પ્રવૃત્તિ દ્વારા આપણે માત્ર આપણા ગુજરાતી શબ્દોના સ્પેલિંગ શીખવી શકીએ છીએ પરંતુ અંગ્રેજીનું સાચો ઉચ્ચારણ શીખવી શકતા નથી. અંગ્રેજી ભાષાના સાચા અને સરળ ઉચ્ચારણ માટે અંગ્રેજી ભાષાના સ્વરોની ઓળખ ખૂબ જરૂરી છે.
અંગ્રેજી ભાષામાં સ્વર ના બે પ્રકાર છે:


  • Short vowel



  • Long vowel


આ વાંચન પુસ્તિકામાં મેં ફક્ત short vowel માટે સાહિત્ય તૈયાર કરેલું છે.
વિદ્યાર્થીઓ અને સરળતાથી અને સચોટ રીતે વાંચન શીખવવા માટે ઉપયોગી છે.
આ પુસ્તિકાના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ સાથે વાંચનનો મહાવરો કરાવી શકાય છે અને તેમનો આત્મવિશ્વાસ વધારી શકાય છે.
અંગ્રેજી મૂળાક્ષર શીખવા માટે આપ નીચે આપેલી લિંક પર ક્લિક કરી શકો છો અને મૂળાક્ષર શીખવા માટેની બુકલેટ જોઈ શકો છો.

અંગ્રેજી સ્વરો શીખવવા માટે આ પુસ્તિકા ડાઉનલોડ કરવા માટે આપ નીચે આપેલા ડાઉનલોડ બટન પર ક્લિક કરી શકો છો અને આ પુસ્તિકા ને બ્રાઉઝરમાં ઓપન કરવી જેથી આપ સરળતાથી આ પુસ્તિકાની પ્રિન્ટ લઈ શકો.



No comments:

Post a Comment

Comments System

Disqus Shortname