શાળા પરિવાર હજરપુરા

શાળા પરિવાર હજરપુરા
1. શ્રીમતી હંસાબેન પટેલ , 2. શ્રીમતી અનિશાબેન તડવી , 3. શ્રીમતી રુચિબેન ત્રિવેદી , 4. શ્રીમતી દીપિકાબેન પટેલ

Tuesday, May 5, 2020

એક શિક્ષક નું સૌથી મહત્ત્વનું કામ વિદ્યાર્થીઓને અર્થગ્રહણ સાથે વાંચન શીખવાનું હોય છે. એમાં પણ જ્યારે આપણે અંગ્રેજી ભાષાને દ્વિતીય ભાષા તરીકે શીખવી રહ્યા હોઈએ ત્યારે ખૂબ મોટા પડકારોનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં ભાષાને યોગ્ય રીતે વિદ્યાર્થી સમજી શકે અને વાંચી શકે તેવીસરળ રીત આપની સમક્ષ હાજર છે.
આ પુસ્તિકા ની રચના વિદ્યાર્થીઓની વાંચન ઝડપ વધારવા
માટે કરવામાં આવી છે. આ પુસ્તિકાના ઉપયોગ દ્વારા આપ વિદ્યાર્થીઓને સરળ રીતે અંગ્રેજી વાંચન શીખવી શકો છો. આ પુસ્તિકામાં દરેક ફકરો ધીરે ધીરે કઠિનતા તરફ આગળ વધે છે આના દ્વારા વિદ્યાર્થીઓને વાંચન માટે યોગ્ય સમયે પ્રાપ્ત થાય છે. નાના અને સરળ સ્પેલિંગ તથા વાક્યો બાળકનો અંગ્રેજી ભાષા માટેનો ડર દૂર કરી દે છે. આ પુસ્તિકાના ઉપયોગ દ્વારા આપ બાળકોના અંગ્રેજી ભાષાના વાંચનના આત્મવિશ્વાસને વધારી શકો છો.

આપ ઉપર આપેલા ચિત્રોમાં જોઈ શકો છો કે દરેક ફકરો બાળકોની વાંચન ક્ષમતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલો છે. જેમ-જેમ બાળક આગળ વધતો જશે તેમ તેમ ફકરા ની કઠિનતા વધતી જશે. આ પુસ્તિકામાં ૨૧ જેટલા ફકરા આપવામાં આવેલા છે. દરેક પ્રકરણના અંતે પ્રશ્નો આપેલા છે. આ પ્રક્રિયા દ્વારા બાળકોમાં અર્થ ગ્રહણ ની શક્તિ વિકસાવી શકાય છે. આપ ના વર્ગમાં આ પુસ્તકનો ઉપયોગ કરવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો.
ધન્યવાદ.
Have fun teaching 💐💐💐💐💐💐💐💐




No comments:

Post a Comment

Comments System

Disqus Shortname