આજે આપની સાથે એક સરસ મજાની અંગ્રેજી વાંચન શીખવા માટેની ગેમ શેર કરવાની છું. હા ભાઈ ખુબ સરસ મજાની ગેમ છે. આપ ના વર્ગમાં વિદ્યાર્થીઓને ગ્રુપમાં બેસાડી આ ગેમ રમી શકો છો. આ ગેમ બેથી લઈ આઠ વિદ્યાર્થીઓ સુધી રમાડી શકાય છે.
આ એક સરસ મજાની dice game છે. જેમાં મેં અંગ્રેજી ભાષાના પાંચ સ્વરનો ઉપયોગ કરેલો છે. આ ગેમમાં ૩ ૪ અને ૫ આમ અક્ષરોનો ઉપયોગ કરીને નાના અને અર્થસભર શબ્દો બનાવેલા છે. આ ગેમ રમવાથી બાળકોમાં અંગ્રેજી ભાષાને વાંચવાનો આત્મવિશ્વાસ જાગે છે.
ખરેખર રમવામાં ખૂબ જ સરળ અને સાચે સાચું પરિણામ આપવામાં મદદરૂપ આ ગેમ છે. જેના દ્વારા બાળકોને વધુ ને વધુ વાંચન મહાવરો આપી શકો છો. અને કોઈ પણ કંટાળ્યા વિના આ ગેમને બાળકો હોશે હોશે રમે છે. આ ગેમ રમવા માટે આપણે નીચેની વસ્તુઓ ની જરૂર પડશે.
૧. પાસા
૨. ગેમ ની પીડીએફ
૩. નોટબુક
૪. પેન્સિલ અથવા પેન
આ ગેમ રમવા માટે વિદ્યાર્થીઓને સૌપ્રથમ 2 થી 8 ના ગ્રૂપમાં વહેંચી દો. ત્યારબાદ કોઈ પણ એક vowel પસંદ કરી વિદ્યાર્થીઓને તેની પ્રિન્ટ આપી દો.
હવે વિદ્યાર્થીઓને તેમના વારા પ્રમાણે પાસો ફેંકવા કહો. પાસામાં જે અંક આવે તે નંબર ની લાઈન વિદ્યાર્થીએ વાંચવાની રહેશે.
તો આ સરસ મજાની ગેમ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ડાઉનલોડ બટન પર ક્લિક કરો અને તમારા બ્લોગ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
આભાર ધન્યવાદ. 💐💐💐💐
No comments:
Post a Comment