શાળા પરિવાર હજરપુરા

શાળા પરિવાર હજરપુરા
1. શ્રીમતી હંસાબેન પટેલ , 2. શ્રીમતી અનિશાબેન તડવી , 3. શ્રીમતી રુચિબેન ત્રિવેદી , 4. શ્રીમતી દીપિકાબેન પટેલ

Saturday, May 15, 2021

Basic Reading fluency bundle

 નમસ્કાર,

હાલ કોરોના મહામારી ના સમયમાં આપણી શાળાના વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચી શકતા નથી અથવા તો તેમને સંપૂર્ણ સમય આપી શકતા નથી. આવા આ સમયમાં અંગ્રેજી ભાષા માટે મેં એક સુંદર મજાની પીડીએફ આપના માટે તૈયાર કરી છે.

આ પીડીએફ મદદથી વિદ્યાર્થીઓને વાંચન ઝડપ વધારવા માટે અને તેમની વાંચન ક્ષમતા સારી રીતે વિકસાવવામાં ખૂબ મદદ મળે છે. આ પીડીએફ ના માધ્યમથી વિદ્યાર્થીઓ નાના નાના લીસ્ટ પ્રમાણે સ્પેલિંગ તૈયાર કરે છે અને આ એવા સ્પેલિંગ છે જે કોઈપણ ધોરણમાં કોઈપણ ફકરામાં, પુસ્તકમાં અથવા તો રોજિંદા વ્યવહારમાં વાક્યો બનાવવામાં ઉપયોગી છે.


આ પીડીએફ ના માધ્યમથી આપણે ધોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓને અધ્યયન નિષ્પત્તિઓ પ્રમાણે સ્પેલિંગ શીખવી શકીએ છીએ.



આ પીડીએફ પ્રથમ 220 સ્પેલિંગ નો એક ભાગ છે. આના પછી પણ બીજા લિસ્ટ પીડીએફ હું આ બ્લોગ ઉપર અપડેટ કરીશ.

આ પીડીએફ ના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડશો અને આપના બાળકોને પણ ભણાવવા માટે ઉપયોગમાં લઈ શકો છો. પીડીએફ ની ખાસિયત એ છે કે તેમાં 25 25 સ્પેલિંગ ના જૂથ બનાવેલા છે અને પીડીએફ ની શરૂઆતમાં આ સ્પેલિંગ લિસ્ટ અને કેવી રીતે ઉપયોગમાં લેવા તેની સંપૂર્ણ માહિતી આપેલી છે. 



દરેક લિસ્ટ ઉપર લિસ્ટ નંબર લખેલો છે અને દર બે દિવસ પછી વિદ્યાર્થીઓને લેખન ક્ષમતા વિકસાવવા માટે અલગથી મહાવરા માટેના પેજ આપવામાં આવેલા છે. તો આ પીડીએફ દ્વારા આપણે વિદ્યાર્થીઓને વાંચન લેખન બંને કરાવી શકીએ છીએ.



ધન્યવાદ.

Have fun teaching 💐💐💐💐

આ પીડીએફ ડાઉનલોડ કરવા નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરો.



No comments:

Post a Comment

Comments System

Disqus Shortname